ડાયાબિટીસ

અનુક્રમણિકા

8. ડાયાબિટીસને કાબૂમાં રાખવામાં ન આવે તો શું તકલીફ થાય?

ઘણા લોકો ડાયાબિટીસના દર્દની ગંભીરતા સમજી શકતા નથી અને પરિણામે ડાયાબિટીસનું નિદાન થયું હોવા છતાં આહાર, વિહાર અને દવાઓ તરફ પૂરતું ધ્યાન નથી આપતા. 'ડોકટરો તો ખોટા વ્હેમ ઉભા કરી દે છે'; 'મને કોઇ તકલીફ નથી થતી તો શા માટે આ બધી પરેજી-કસરત-દવાની જફા કરવી.' એવા કોઇને કોઇ બહાના હેઠળ સારવાર ન કરવાની વૃત્તિ ઘણાં લોકોમાં જોવા મળે છે. આને પરિણામે ડાયાબિટીસનું દર્દ શરીરના અવયવોને ધીમે ધીમે કરીને ખૂબ મોટું નુકસાન પહોચાડી દે છે. ડાયાબિટીસ અને હાઇબ્લડપ્રેશરની બીમારી જ એવી છે કે દર્દીને કોઇપણ પ્રકારની જાણ થવા દીધા વગર જ શરીરને અંદરથી ખતમ કરી નાખે છે. એટલે જ આ બિમારીઓ શરીરનાં છુપાં કાતિલો કહેવાય છે.

ડાયાબિટીસને જો સારવારથી નિયંત્રણ હેઠળ ન લાવવામાં આવે તો લાંબે ગાળે આંખ, હ્રદય, કિડની, ચેતાતંતુઓ, રકતવાહિનીઓ અને ચામડી પર આડઅસરો થાય છે. કયારેક આંખની રોશની ખોઇ દેવાની કે કયારેક કિડની ફેઇલ થવાની ભારે મોટી કિંમત દર્દીએ પોતાની બેદરકારી માટે ચુકવવી પડે છે.

    ♥ આંખને થતું નુકસાન

    ♥ કિડનીને થતું નુકસાન

    ♥ ચેતાતંતુઓને થતું નુકસાન

    ♥ હ્રદય અને રકતવાહીનીઓને થતું નુકસાન

    ♥ ડાયાબિટીસના દર્દીમાં લાગતા ચેપ

    ♥ અન્ય