ડાયાબિટીસ

અનુક્રમણિકા

3. ડાયાબિટીસનો ઇતિહાસ અને આવતી કાલ

પ્રાચીન (ઇ.સ. પૂર્વે ૧૫૦૦) ચીની અને અરેબિક સાહિત્યમાં આ રોગનો ઉલ્લેખ છે. સુશ્રુત (ઇ.સ. પૂર્વે ૪૦૦) અને ચરક (ઇ.સ. ૬)ના ગ્રંથોમાં પણ મધુપ્રમેહનો ઉલ્લેખ આવે છે. આમ, આ રોગ ખૂબ જુનો છે. આજે ભારતમાં ૩૦ થી ૬૪ વર્ષના પુરુષો પૈકી ગામડામાં આશરે ૩.૭ ટકા અને શહેરમાં ૧૧.૮ ટકા જેટલા પુરુષો અને ૧.૭ ટકા અને ૬.૬ ટકા જેટલી સ્ત્રીઓ ડાયાબિટીસથી પીડાય છે. આજે ભારતમાં આશરે બે કરોડ જેટલા લોકો ડાયાબિટીસથી પીડાય છે. ઇં.સ. ૨૦૨૫માં વિશ્વમાં આશરે ૩૦ કરોડ ડાયાબિટીસના દર્દીઓ હશે જેમાંથી આશરે ૬ કરોડ દર્દી એકલા ભારતમાં હશે. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ભારત પહેલા નંબરે હશે. આ આંકડાઓ જોતાં, દરેક ભારતીય વંશજે ડાયાબિટીસ કરી શકે એવા પરિબળોથી દૂર રહેવાનો આજથી પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે.