ડાયાબિટીસ

અનુક્રમણિકા

12. ડાયાબિટીસ સાથેનું જીવન

ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે લોહીમાં કેટલી શુગર હોવી જોઇએ?

સાથે દર્શાવેલ કોષ્ટકમાં ડાયાબિટીસના ચુસ્ત નિયંત્રણ માટે શુગરનું પ્રમાણ આપેલ છે જે મુજબ નિયંત્રણ રાખવું જરૂરી છે.

લાહીમાં શુગર (મિગ્રા/ડેલી) નોર્મલ ડાયાબિટીસમાં હાવું જરૂરી સારવારમાં ફેરફાર જરૂરી
જમ્યા પહેલાં ૧૧૦થી ઓછી ૮૦ થી ૧૨૦ ૮૦ થી ઓછુ અથવા ૧૪૦ થી વધુ
જમ્યા પછી બે કલાકે ૧૪૦થી ઓછી ૧૦૦ થી ૧૬૦ ૮૦ થી ઓછુ અથવા ૧૮૦ થી વધુ
સુતી વખતે ૧૨૦થી ઓછી ૧૦૦થી ૧૪૦ ૧૦૦ થી ઓછુ અથવા ૧૬૦ થી વધુ
HbA1c (%) ૬ થી ઓછુ ૭ થી ઓછુ ૮ થી વધુ

પાંચ હજારથી વધુ દર્દી પર વીસ વર્ષ સુધી થયેલ અભ્યાસ (યુકેપીડીએસ) માં જણાયું હતુ કે ડાયાબિટીસના દર્દીઓ જેટલું સારુ (નોર્મલ નજીકનું) નિયંત્રણ લોહીની શુગર પર રાખી શકે છે એટલી ડાયાબિટીસના કો(મ્પલકેશન થવાની શકયતા ઘટતી જાય છે. ડાયાબિટીસને કારણે અંધાપો આવવાની કે કિડની ખરાબ થઇ જવાની શકયતા ડાયાબિટીસના ચુસ્ત નિયંત્રણથી ૨૫ ટકા જેટલી ઘટી જાય છે. જો ડાયાબિટીસના દર્દીને સાથેસાથે હાઇબ્ડપ્રેશરની તકલીફ પણ હોય અને એનું પણ ચુસ્ત નિયંત્રણ કરવામાં આવે તો પેરાલિસિસની શકયતામાં ૪૪ ટકાનો અને હાર્ટ ફેઇલ થવાની શકયતામાં ૫૬ ટકાનો ઘટાડો થાય છે. ગ્લાઇકોસિલેટડ હીમોગ્લોબીન (HbA1c) માં દર એક ટકાનો ઘટાડો આંખ, કિડની કે ચેતાતંત્ર ની તકલીફોમાં ૩૫ ટકા અને કુલ ડાયાબિટીસ સંબંધિત મૃત્યુમાં ૨૫ ટકાનો ઘટાડો કરે છે.

    ♥ ડાયાબિટીસના દર્દીએ લોહી-પેશાબની કઇ તપાસ કરાવતા રહેવુ જોઇએ?

    ♥ ડાયાબિટીસના કાબૂની સાથોસાથ અન્ય શું કાળજી રાખવી?